કેટલાક લોકો એવું સમજે છે કે જો ઈમામ મેહરાબમાં ઊભા રહીને નમાઝ પઢાવે તો નમાઝ દુરસ્ત થતી નથી, જ્યારે સાચી વાત એ છે કે નમાઝ દુરસ્ત થઈ જાય છે. જોકે, ઈમામનું મેહરાબમાં ઊભા રહીને નમાઝ પઢાવવું મકરૂહ છે, પરંતુ જગ્યાની તંગી અને જરૂરિયાતની હાલતમાં મેહરાબમાં ઊભા રહીને નમાઝ પઢાવવામાં કોઈ વાંધો નથી. (અહમ મસાઈલ / જિ: ૪ / પૃ: ૬૨)