ઘણીવાર કોઈના આવવાના બરાબર સમયે લાઈટ જતી રહે છે, તો કહેવામાં આવે છે કે ”તમે આવ્યા તો લાઈટ ગઈ“. આ બદફાલી (અપશુકન) છે, જે શરીયતમાં જાયઝ નથી. તેવી જ રીતે, જ્યારે કોઈ વાત કહેતી વખતે લાઈટ આવી જાય છે, તો કહેવામાં આવે છે કે વાત સાચી છે, એટલે લાઈટ આવી ગઈ. આ નેક ફાલ (સારો શુકન) છે, જે શરીયતમાં જાયઝ છે. (અહમ મસાઈલ / જિ: ૩ / પૃ: ૩૮)