કોઈ વ્યક્તિનું બીજા કોઈ વ્યક્તિના કહેવા પર ગૈર-અલ્લાહ માટે જેમ કે કોઈ પીર અથવા દેવી-દેવતા માટે બકરો વગેરે ઝબહ કરવું, ભલે તે ઉજરત (મજૂરી) લઈને હોય કે વિના ઉજરત, શરીયત મુજબ નાજાયઝ અને હરામ છે. તેમજ આ ઝબીહાનું ભોજન કરવું પણ હરામ છે અને આવી વ્યક્તિની અઝાન, ઇકામત અને ઇમામત મકરૂહ તહરીમી છે. હા, જો તે સાચા દિલથી તૌબા કરી લે, તો કરાહત ખતમ થઈ જશે. (અહમ મસાઈલ / જિ: ૩ / પૃ: ૩૯)