મુહક્કક મસાલા

કસમ (સોગંદ) ખાતી વખતે કુરાન કરીમ, તૌરાત અથવા ઇંજીલ વગેરે પવિત્ર પુસ્તકો પર હાથ રાખવો કસમના સાચા થવા માટે લાઝિમ (જરૂરી) નથી, આ પુસ્તકો પર હાથ રાખ્યા વિના પણ કસમ સાચી થઈ જાય છે. પરંતુ જો કસમની તાકીદ માટે અને કસમ ખાનાર ખોટી કસમ ન ખાય, આ વાતથી તેને ડરાવવા માટે આવું કરવામાં આવે છે, તો તેની પરવાનગી છે. (અલ-ફતાવા અલ-હિન્દિય્યાહ : 51,52/2) (માખૂઝ અઝ : દરસી વ ઇલ્મી અહમ મસાઇલ પૃ: 314)

જ્ઞાન (ઇલ્મ) નો કદરૂપો આશિક
લેખો

જ્ઞાન (ઇલ્મ) નો કદરૂપો આશિક

સાચું નામ અમ્ર બિન મહબૂબ હતું, ૧૬૦ હિજરીમાં જન્મ્યા હતા અને 'જાહિઝ' ના ખિતાબથી પ્રખ્યાત થયા. અરબીમાં જાહિઝ તેને કહેવાય છે જેની આંખોના ડોળા બહારની તરફ ઉપસેલા હોય. શરૂઆતમાં તેઓ આ ખિતાબને નાપસંદ કરતા હતા, પરંતુ ધીમે-ધીમે તેઓ શાંત થઈ ગયા. ભાગ્યે જ કોઈના ચહેરા અને દેખાવની આ રીતે મજાક ઉડાવવામાં આવી હશે...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર