મુહક્કક મસાલા

જો કોઈ વ્યક્તિ પોતાની કસમ તોડી નાખે તો તેના પર કસમનો કફ્ફારો લાઝિમ થશે, અને તે આ છે: દસ મિસ્કીનો (જરૂરિયાતમંદો) ને બે વખત જમાડવા, અથવા તેમને કપડાં આપવા, અથવા એક ગુલામ આઝાદ કરવો. આ ત્રણેયમાં ઇખ્તિયાર (વિકલ્પ) છે, જેનાથી ઈચ્છે કફ્ફારો અદા કરે, અને જો આ ત્રણેયમાંથી કોઈ એક પર પણ કુદરત (શક્તિ) ન હોય તો ત્રણ દિવસ સતત રોઝા રાખે.

કેટલાક લોકો જમાડવા કે કપડાં આપવાની શક્તિ હોવા છતાં પોતાની કસમનો કફ્ફારો ત્રણ રોઝા રાખીને અદા કરે છે, અને એવું વિચારે છે કે તેમનો કફ્ફારો અદા થઈ ગયો, જ્યારે સાચી વાત એ છે કે કફ્ફારો અદા નથી થયો, કારણ કે રોઝા દ્વારા કફ્ફારો અદા થવો સાચો ગણાવા માટે જમાડવા અને કપડાં પહેરાવવાથી આજીઝ (અસમર્થ) હોવું શરત છે. (અહમ મસાઈલ / જિ: ૩ / પૃ: ૨૦૬)

હઝરત બિલાલ — આશિક-એ-રસૂલ ﷺ
લેખો

હઝરત બિલાલ — આશિક-એ-રસૂલ ﷺ

હઝરત બિલાલ (રઝિ.) ને એકવાર કોઈએ પૂછ્યું કે "તમે પહેલીવાર હુઝૂર નબી કરીમ ﷺ ને કેવી રીતે જોયા હતા?" હઝરત બિલાલ (રઝિ.) ફરમાવે છે કે "હું મક્કાના લોકોને બહુ જ ઓછો જાણતો હતો. કારણ કે હું એક ગુલામ હતો અને અરબમાં ગુલામો સાથે અમાનુષી (ઝુલ્મ ભર્યું) વર્તન સામાન્ય હતું. તેમની ક્ષમતા કરતાં વધુ તેમની પાસે કામ લ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર