તકબીરાત-એ-ઇંતિકાલનો મસનૂન સમય એ છે કે જ્યાંથી ઇંતિકાલ (હલનચલન) શરૂ થાય, ત્યાંથી જ તકબીર પણ શરૂ થાય, અને જ્યાં ઇંતિકાલ ખતમ થાય ત્યાં જ તકબીર પણ ખતમ થાય. જો કોઈ રુકન (નમાઝના પિલર) માં પહોંચ્યા પછી પણ તકબીર-એ-ઇંતિકાલી ખતમ ન થઈ, તો આ અમલ ખિલાફ-એ-સુન્નત હોવાને કારણે મકરૂહ થશે. (અહમ મસાઈલ / જિ: ૧ / પૃ: ૪૬)