ખુત્બા દરમિયાન બિલકુલ ખામોશ રહેવું વાજિબ છે, અને હદીસમાં એવું વારિદ છે કે જો કોઈ શખ્સ બોલી રહ્યો હોય તો તેને ચૂપ કરાવવા માટે બોલવું પણ નાજાયઝ છે, લિહાઝા જ્યારે ઇમામ આયતે કરીમા 'ઇન્નાલ્લાહા વ મલાઇકતહૂ યુસલ્લૂના અલન્નબિય્યિ...' વગેરે પઢે તો મુક્તદીઓએ દિલ જ દિલમાં દરૂદ શરીફ પઢવો જોઈએ, ઝબાનથી પઢવું દુરુસ્ત નથી, ખુત્બા દરમિયાન જ્યારે નમાઝ પઢવી નાજાયઝ છે તો દરૂદ શરીફ પઢવું બદરજાયે ઔલા નાજાયઝ હશે. (અહમ મસાઇલ / જિ: 1 / પૃ: 87)