શરીઅતે ઇસ્લામિયાએ જ્યાં ઘણી તફરીહી (મનોરંજક) રમતોની પરવાનગી આપી છે, ત્યાં કેટલીક એવી રમતોને જે પરસ્પર ઝઘડાઓ, તઝીઅ ઔકાત (સમયનો બગાડ), જુગાર અને કમારનું માધ્યમ છે, તેને સખ્તાઈથી મનાઈ ફરમાવી છે, દાખલા તરીકે ચૌસર, શતરંજ, કબૂતરબાજી, મુર્ગબાજી, બટેરબાજી, પતંગબાજી, જાનવરોને લડાવવા, વીડિયો ગેમ, ગોટી, લૂડો, પત્તા રમવા વગેરે. આ તમામ રમતોમાં નુકસાનાત સિવાય કોઈ દીની કે દુન્યવી ફાયદો નથી, તેથી આ બધું મમનૂઅ છે. (અહમ મસાઇલ / જિ: 2 / પૃ: 227)