મુહક્કક મસાલા

લિબાસ વિશે શરીઅતની તાલીમાત ખૂબ જ મોઅતદિલ છે, શરીઅતે કોઈ મખ્સૂસ લિબાસને મુતઅય્યન નથી કર્યો, અલબત્ત લિબાસની હુદૂદ મુકર્રર કરી છે, જે લિબાસ આ શરઈ હુદૂદમાં હશે તે લિબાસે શરઈ કહેવાશે, તે હુદૂદ આ પ્રમાણે છે:

નંબર (1): લિબાસ એટલો નાનો અને બારીક અને ચુસ્ત ન હોય કે તે અઝા જાહેર થઈ જાય જેને છુપાવવું વાજિબ છે.

નંબર (2): લિબાસ એવો ન હોય જેમાં કુફ્ફાર અને ફુસ્સાક સાથે મુશાબહત હોય.

નંબર (3): લિબાસથી તકબ્બુર અને તફાખુર, ઇસરાફ અને તનઅ'ઉમ મુતરશ્શહ ન થતું હોય, હા ઇસરાફ અને તનઅ'ઉમ અને નુમાઇશથી બચીને પોતાનું દિલ ખુશ કરવા માટે કીમતી લિબાસ પહેરવો જાયઝ છે.

નંબર (4): મર્દની શલવાર, તહબંદ અને પાજામા ટખનાથી નીચે ન હોય.

નંબર (5): મર્દનો લિબાસ અસલી રેશમનો ન હોય, કારણ કે તે હરામ છે.

નંબર (6): મર્દ ઝનાના અને ઔરતો મર્દાના લિબાસ ન પહેરે.

નંબર (7): ખાલિસ સુરખ રંગનો લિબાસ પહેરવો મર્દો માટે મકરૂહ છે, અલબત્ત કોઈ અન્ય રંગની આમેઝિશ હોય, અથવા સુરખ ધારીદાર હોય તો કોઈ મુઝાયકા નથી. (અહમ મસાઇલ / જિ: 1 / પૃ: 143)

પવિત્ર કઠિયારાની કરામત અને ઈમાનનો નૂર
લેખો

પવિત્ર કઠિયારાની કરામત અને ઈમાનનો નૂર

હઝરત દાઊદ બિન રશીદ (રહ.) ફરમાવે છે: મુલ્કે શામ (સીરિયા) માં બે સુંદર અને ઈબાદત કરનારા યુવાનો રહેતા હતા. વધુ પડતી ઈબાદત અને તકવા-પરહેઝગારી (પવિત્રતા) ના કારણે તેમને 'સબીહ' અને 'મલીહ' ના નામે પોકારવામાં આવતા હતા. તેમણે પોતાનો એક પ્રસંગ કંઈક આ રીતે વર્ણવ્યો: એક વખત અમને ભૂખે ખૂબ જ પરેશાન કર્યા. મેં...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર