અસર પછી તિલાવતની મજલિસમાં અથવા અન્ય કોઈ મજલિસમાં જ્યારે કુઆર્ને કરીમની તિલાવત કરવામાં આવી રહી હોય તો સામઈન પર તિલાવતે કુઆર્નનું સાંભળવું વાજિબ છે, અને તિલાવતે કુઆર્નના સમયે દરેક એવું મુબાહ કામ પણ મમનૂ અને નાજાયઝ છે જે તિલાવત સાંભળવામાં મખિલ (ખલેલ પહોંચાડનાર) હોય, તો પછી કુઆર્નની તિલાવત વખતે દુનિયાદારીની વાતો કરવી અને મોબાઈલથી ગેમ રમવી, કારણ કે ફી નફસિહી આ બંને બાબતો મસ્જિદમાં મમનૂ છે, અને તિલાવતે કુઆર્ન સાંભળવામાં મખિલ થવાના કારણે તેમાં વધુ કબાહત અને શનાઅત આવી જાય છે, તેથી સામાન્ય મુસલ્લીઓ અને ખાસ કરીને અઝીઝ તલબા માટે આવી બાબતોથી એહતરાઝ કરવો (બચવું) લાઝિમ છે. (અહમ મસાઇલ / જિ: 3 / પૃ: 277)