ઘણીવાર બસ અથવા ટ્રેન દ્વારા મુસાફરીમાં કોઈ માણસ આપણી સાથે મુસાફરીમાં હોય છે, તેની મંઝિલ આવવા પર તે ઉતરે છે, અને તેનો કોઈ સામાન વગેરે આપણી પાસે રહી જાય છે, અને આપણે તેને જાણતા પણ નથી અને આપણને તેનો કોઈ પતો (સરનામું) પણ હોતો નથી, તો આ સામાનનો હુકમ એ છે કે જ્યાં સુધી એવો ખ્યાલ હોય કે તે શખ્સ સામાનની શોધમાં હશે, ત્યાં સુધી તેને શોધવામાં આવે, અને જ્યારે મળવાથી માયૂસી થઈ જાય તો તેને સદકો કરી દેવામાં આવે, અથવા પોતે મુસ્તહિક (હકદાર) હોય તો તેનો ઉપયોગ કરી લે. (અહમ મસાઇલ / જિ: 4 / પૃ: 186)