છોકરી જ્યારે રૂખ્સત થઈને સાસરે જતી રહે છે, તો શૌહર (પતિ) ના તાબે (આધીન) થઈને સાસરું જ તેનું વતન બની જાય છે; જોકે પિયર જે તેનું પહેલેથી વતન-એ-અસલી (મૂળ વતન) છે, તે ત્યાં સુધી વતન-એ-અસલી બાકી રહેશે, જ્યાં સુધી ઉર્ફ (રિવાજ) ના આધારે ત્યાંની આવન-જાવન, અને કયામ (રોકાણ) સાસરી કરતા પ્રમાણમાં વધારે હોય, અને જ્યારે તે કાયમી ધોરણે સાસરામાં રોકાણ કરવા લાગે, અને પિયરમાં કામચલાઉ (અસ્થાયી) રીતે આવવા-જવા લાગે, તો હવે તેનું પિયર તેનું વતન-એ-અસલી બાકી રહેશે નહીં અને પિયરમાં પંદર દિવસથી ઓછા રોકાણની સ્થિતિમાં કસર (નમાઝ ટૂંકી) કરશે. (બહિશ્તી ઝેવર 50/2, ફતાવા મહમૂદિયા 501/7) (માખૂઝ અઝ : કિતાબ-ઉન-નવાઝિલ 452/5)