જો કોઈ વ્યક્તિને તહજ્જુદમાં ઊઠવા પર ભરોસો હોય તો તેના માટે અફઝલ એ છે કે તહજ્જુદની નમાઝ પછી વિત્ર પઢે, અને જો ભરોસો ન હોય તો ઈશાની સુન્નતો સાથે જ પઢી લેવું જરૂરી છે. (અહમ મસાઈલ / જીલ્દ: ૬ / સફા: ૮૪)
જ્યારે હઝરત અબૂ ઝર (રઝિયલ્લાહુ અન્હુ) એ હઝરત બિલાલ (રઝિયલ્લાહુ અન્હુ) ને કહ્યું...
"એ કાળી-કરૂપી માના દીકરા! હવે તું પણ મારી ભૂલો કાઢીશ...?"
બિલાલ આ સાંભળીને ગુસ્સા અને અફસોસથી બેચેન થઈને એમ કહેતા ઊભા થયા, "ખુદાના સોગંદ! હું આ બાબત ચોક્કસપણે અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની સામે ઉઠાવ...