જો કોઈ દાણા અથવા ફોડલી-ગુમડામાંથી પાણી અથવા પરુ નીકળીને વહે નહીં, પરંતુ ત્યાં જ રોકાઈ રહે, અને તે કપડાં પર લાગી જાય, તો તેનાથી કપડું નાપાક થશે નહીં, ભલે તેની માત્રા (મિકદાર) એક દિરહમથી વધારે હોય. (અહમ મસાઈલ / જીલ્દ: ૮ / સફા: ૮૨)
"રહેમાન" શબ્દનો પ્રયોગ અલ્લાહ તઆલા સિવાય બીજા કોઈના માટે કરવો જાયઝ (યોગ્ય) નથી, બલ્કે હરામ છે. જો કોઈ વ્યક્તિ કોઈ માણસને "રહેમાન" કહે તો આ શિર્ક છે, કારણ કે અલ્લાહ તબારક વ તઆલા સિવાય કોઈ પણ એવું ન હોઈ શકે જેની રહમત (દયા) આટલી વિશાળ હોય, તેથી બીજા કોઈને રહેમાન કે અર્-રહેમાન કહેવું જાયઝ નથી.
આના પર...