જો કોઈ વ્યક્તિ નમાઝમાં એટલું ધીમેથી કુરાન કરીમ પઢે કે અક્ષરો (હરૂફ) અદા થઈ જાય પરંતુ તે પોતે ન સાંભળી શકે, તો મુફ્તા-બિહી કૌલ મુજબ તેની નમાઝ દુરુસ્ત થશે નહીં, કારણ કે સિર્રની મર્યાદા એ છે કે માણસ એટલા અવાજમાં કિરાઅત કરે કે તે પોતે તેને સાંભળી શકે; માત્ર જીભની હરકત, અવાજ વગર કિરાઅતના હુકમમાં નથી. (અહમ મસાઈલ / જીલ્દ: ૧ / સફા: ૩૦)