બેહતર અને મુસ્તહબ એ છે કે દર વખતે હુઝૂર અકરમ ﷺ નું નામે મુબારક અદા કરનાર અને સાંભળનાર તમામ અહબાબ આપ ﷺ પર દુરૂદ અને સલામ મોકલે, પરંતુ જો આખી મજલિસમાં કેટલાક લોકોએ પણ આપનું નામે મુબારક સાંભળીને "સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ" કહી દીધું, તો આ સ્થિતિમાં બીજા લોકોના હકમાં તેની અદાયગી સાકિત થઈ જાય છે, જ્યારે આખી મજલિસ દરમિયાન આપ ﷺ ના મુબારક નામ પર, ઓછામાં ઓછું એક વખત દુરૂદ અને સલામ પઢવું વાજિબ છે, જેમાં કોતાહી મોજિબે ઇકાબ છે. (અહમ મસાઇલ / જિ: 10 / પૃ: 45)