નમાઝે જનાઝા પઢાવવાની વસિયત કરવી.
જો કોઈ શખ્સ પોતાના ઔલિયાને એવી વસિયત કરીને મરે કે મારી નમાઝે જનાઝા ફલાણી વ્યક્તિ પઢાવે, તો તેના ઔલિયા પર આ વસિયત પૂરી કરવી લાઝિમ નથી, જોકે જો મય્યિતના ઔલિયા તે ફલાણી વ્યક્તિ પાસે નમાઝ પઢાવવા માંગે, તો તેમાં કોઈ હરજ પણ નથી. (અહમ મસાઇલ / જિ: 9 / પૃ: 110)