નમાઝમાં કોઈ વાજિબ છૂટી જાય તો શું કરે?
નમાઝમાં કોઈ વાજિબ છૂટી ગયું હોય અને સજદા-એ-સહ્વ ન કરવામાં આવ્યો હોય, અથવા જે નમાઝ કરાહતે-તહરીમી સાથે અદા થઈ હોય, તે વાજિબુલ ઇઆદા (ફરીથી પઢવી ફરજિયાત) છે. પરંતુ ઇઆદા (ફરીથી પઢવા) નો આ હુકમ સમય બાકી રહેવા સુધી જ છે. સમય પસાર થઈ જવા પર ઇઆદાનો વુજૂબ સાકિત થઈ જાય છે (ફરજિયાતપણું ખતમ થઈ જાય છે). હવે તેની મકાફાત (ભરપાઈ) ઇસ્તિગફાર (ક્ષમા યાચના) દ્વારા કરવામાં આવશે, પરંતુ જો સમય પસાર થઈ ગયા પછી ઇઆદા કરી લેવામાં આવે તો અફઝલ (વધુ સારું) છે. (અહમ મસાઈલ/ભાગ:૨/પાના:૧૦૫)