ટ્રેનની ટાંકીનું પાણી
ટ્રેન એટલે કે રેલગાડીની ટાંકીમાં જે પાણી હોય છે, જો તેમાં ઔસાફ-એ-સલાસા એટલે કે રંગ, વાસ (ગંધ) અને મજા (સ્વાદ) માંથી કોઈ વસ્ફ (ગુણ) ન જોવા મળે, તો તે પાણી પાક છે. તેનાથી વુઝૂ અને ગુસ્લ કરવું દુરુસ્ત અને જાયઝ છે. તબઈ કરાહત (પ્રાકૃતિક અણગમો) ના કારણે તેની પાકી (પવિત્રતા) માં શંકા ન કરવામાં આવે. (અહમ મસાઈલ/ભાગ:૪/પાના:૨૮)