અમલ-એ-કસીર (વધુ પડતું હલનચલન) નમાઝીના એ અમલને કહેવામાં આવે છે જે ઇસ્લાહ-એ-સલાત (નમાઝ સુધારવા) માટે ન હોય, અને આમાલ-એ-સલાત (નમાઝના કાર્યો) માંથી પણ ન હોય, અને તેને એ રીતે કરવામાં આવે કે અચાનક જોનારને એવું લાગે કે આ વ્યક્તિ નમાઝમાં નથી. આવા અમલથી નમાઝ ફાસિદ (તૂટી) થઈ જાય છે. ઘણા લોકોથી નમાઝમાં અમલ-એ-કસીર થઈ જાય છે, જેના કારણે તેમની નમાઝ ફાસિદ થઈ જાય છે, પરંતુ અમલ-એ-કસીરની આ તારીફ (વ્યાખ્યા) ખબર ન હોવાના કારણે તેઓ એવું સમજે છે કે તેમની નમાઝ થઈ ગઈ, તેથી નમાઝમાં ખૂબ જ ઇત્મીનાન અને સુકૂન (શાંતિ) થી ઊભા રહેવું જોઈએ. (તબ્બીન અલ-હકાઇક : 412/1) (માખૂઝ અઝ : દરસી વ તાલીમી અહમ મસાઇલ પૃ: 112)