`સારા ગુલામ (બંદા)ની સિફત અપનાવો`

ઇમામ ઇબ્ન અલ-જૌઝી (રહમત...
Ummah Post
5 May, 2025

`સારા ગુલામ (બંદા)ની સિફત અપનાવો`

ઇમામ ઇબ્ન અલ-જૌઝી (રહમતુલ્લાહી અલયહી) ફરમાવે છે:

"મેં એક વૃદ્ધ મહિલાને જોઈ કે તેઓ ઝોહરની અઝાન પહેલાં જ વઝૂ કરી રહ્યા હતા. મારાથી રહેવાયું નહીં એટલે મેં તેમને પૂછી લીધું: 'શું ઝોહરની અઝાન થઈ ગઈ છે?'

તે વૃદ્ધ મહિલાએ જવાબ આપ્યો:

'أنا أذهب إليه قبل أن يناديني'

(હું તેના [અલ્લાહના] તરફ તેના બોલાવ્યા (અઝાન) પહેલાં જ ચાલી જાઉં છું.)"

ઇમામ ઇબ્ન અલ-જૌઝી (રહમતુલ્લાહી અલયહી) કહે છે: "ત્યાર પછી મને સમજાયું કે હું એક ખરાબ બંદો છું."

મહાન મુહદ્દિસ ઇમામ સુફિયાન બિન ઉયયનાહ (રહમતુલ્લાહી અલયહી) ફરમાવે છે:

"તમે એવા ખરાબ ગુલામ જેવા ન બનો જે માત્ર બોલાવવામાં આવે ત્યારે જ આવે છે."

- અલ-તબ્સિરાહ લિલ-ઇમામ ઇબ્ન અલ-જૌઝી; પૃ. ૧૩૧

Share this article
એક બુઝુર્ગની લોકો તેમના મોઢા પર પ્રશંસા કરી રહ્યા હતા
લેખો

એક બુઝુર્ગની લોકો તેમના મોઢા પર પ્રશંસા કરી રહ્યા હતા

મૌલાના ફખરુલ હસન સાહેબ ગંગોહી રહમતુલ્લાહ અલયહી ફરમાવે છે કે હું મક્કા મુઅઝ્ઝમામાં એક બુઝુર્ગની ખિદમતમાં હાજર થયો, લોકો તેમના મોઢા પર તેમની પ્રશંસા કરી રહ્યા હતા અને તેઓ ખુશ થઈ રહ્યા હતા. મેં મારા દિલમાં કહ્યું, 'આ કેવા બુઝુર્ગ છે જે પોતાની પ્રશંસાથી આનંદ લઈ રહ્યા છે!' તેમને આ વિચારની જાણ થઈ ગઈ, તેમણ...