*એક બૌદ્ધિક (ઇલ્મી) જોક 👌🏻😅*

એક વકીલ સાહેબે એક શિક્ષકન...
Ummah Post
6 May, 2025

*એક બૌદ્ધિક (ઇલ્મી) જોક 👌🏻😅*

એક વકીલ સાહેબે એક શિક્ષકને (ઉસ્તાદને) પોતાનો કૂવો વેચી દીધો. બે દિવસ પછી વકીલ સાહેબ શિક્ષક પાસે આવ્યા અને કહેવા લાગ્યા, "માસ્તર સાહેબ, મેં તમને કૂવો વેચ્યો છે, તેનું પાણી નહીં! જો પાણી વાપરશો તો તેના પૈસા અલગથી આપવા પડશે."

શિક્ષક હસ્યા અને બોલ્યા, "જી બિલકુલ! હું પણ તમારી પાસે જ આવવાનો હતો. કહેવાનું એ હતું કે તમે તમારું પાણી મારા કૂવામાંથી બહાર કાઢી લો, નહીં તો કાલથી ભાડું ચૂકવવું પડશે!"

આ સાંભળીને વકીલ ગભરાઈ ગયા અને બોલ્યા, "અરે ભાઈ, હું તો બસ મજાક કરી રહ્યો હતો!"

શિક્ષકે હસતા હસતા જવાબ આપ્યો, "વકીલ સાહેબ, તમારા જેવા લોકો અમારી પાસે ભણીને જ વકીલ બને છે!"

શિક્ષકગણને સલામ! 🫡

Share this article
૫૦ રૂપિયાની નોટ – માનવતા અને સહાનુભૂતિનો એક સુંદર પાઠ
લેખો

૫૦ રૂપિયાની નોટ – માનવતા અને સહાનુભૂતિનો એક સુંદર પાઠ

એક વીજળીના થાંભલા પર એક કાગળ ચોંટાડેલો જોઈને હું નજીક ગયો અને તેના પર લખેલું લખાણ વાંચવા લાગ્યો. લખ્યું હતું.........! "કૃપા કરીને જરૂર વાંચો. આ રસ્તા પર ગઈકાલે મારી ૫૦ રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે, મને સરખી રીતે દેખાતું નથી. જેને પણ મળે, કૃપા કરીને પહોંચાડી દેજો, આપની મોટી મહેરબાની થશે..............