તુ તો સબ્રનો (ધીરજનો) કાયલ હતો,
રઝા-એ-રબ (ઈશ્વરની મરજી) પર માયલ (રાજી) હતો,
તો પછી આ ફરિયાદો કેવી?
કહે, આ રંજિશો (મનદુઃખ) કેવા?
હા, માનવ સ્વભાવ હું પણ સમજું છું,
કે એક ઊંડું દુઃખ તો થાય છે,
કેટલાય આંસુ છલકાય છે,
કેટલાય શિકવા (ફરિયાદો) મનમાં જાગે છે,
બેચેની સતત રહે છે...
કેટલીય લાગણીઓની હલચલ હોય છે...
પરંતુ દરેક પરિસ્થિતિમાં અલ્લાહનો શુક્ર અદા કરવાનો જે સોગંદ તમે લીધો હતો,
કહે... શું તેને નિભાવ્યો છે?
શું રબ (અલ્લાહ) કરતાં વધુ મુખ્લિસ (સાચો હિતેચ્છુ) અહીં
તેં કોઈને મેળવ્યો છે?