હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ (રહમહુલ્લાહ) નો એક કબર સાથે સંવાદ:
_________________________________________________________________
એકવાર આપ પોતાના એક સગાના જનાઝા (અંતિમ સંસ્કાર) સાથે કબ્રસ્તાન પધાર્યા. કબ્રસ્તાનમાં પહોંચીને આપ એક બાજુએ એકલા જઈને બેસી ગયા અને કંઈક વિચારવા લાગ્યા. કોઈએ વિનંતી કરી: "હે અમીરુલ મોમિનીન! આપ તો આ જનાઝાના વલી (મુખ્ય જવાબદાર) હતા અને આપ જ અલગ બેસી ગયા?" ફરમાવ્યું: "હા! મને એક કબરે અવાજ આપીને કહ્યું: 'હે ઉમર બિન અબ્દુલ અઝીઝ! તું મારી પાસે એ કેમ નથી પૂછતો કે હું આ આવનારાઓ સાથે કેવો વ્યવહાર કરું છું?' મેં કહ્યું, 'ચોક્કસ જણાવો.'"
તેણે કહ્યું: "જ્યારે આ લોકો મારી અંદર આવે છે, ત્યારે હું તેમનું કફન ફાડી નાખું છું, હું તેમના શરીરના ટુકડે-ટુકડા કરી નાખું છું, બધું લોહી ચૂસી લઉં છું, માંસ ખાઈ જાઉં છું અને કહું કે માણસના સાંધાઓ સાથે હું શું કરું છું? ખભાઓને હાથથી જુદા કરી નાખું છું, હાથને કાંડાથી જુદા કરી નાખું છું, નિતંબને શરીરથી જુદા કરી નાખું છું, નિતંબથી સાથળને જુદા કરી નાખું છું, સાથળને ઘૂંટણથી, ઘૂંટણને પિંડલીઓથી અને પિંડલીઓને પગથી જુદા કરી નાખું છું."
આ કહીને હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ (રહમહુલ્લાહ) રડવા લાગ્યા અને ફરમાવ્યું: "દુનિયામાં રોકાણ ખૂબ જ ઓછું છે અને તેનો ધોકો (છેતરપિંડી) ખૂબ જ વધારે છે. આમાં જે પ્રતિષ્ઠિત છે તે આખિરાતમાં (પરલોકમાં) અપમાનિત છે, આમાં જે દોલતવાળો છે તે આખિરાતમાં ફકીર છે, અને આનો યુવાન ખૂબ જ જલ્દી ઘરડો થઈ જશે." (અલ-આકિબહ ફી ઝિક્રિલ મઉત - અલ-ઇશબિલી, પેજ: ૧૯૧)
_________________________________________________________________
પુસ્તક: મૌત કી તૈયારી (મૃત્યુની તૈયારી)
પેજ નંબર: ૬૧
લેખક: હઝરત મૌલાના પીર ઝુલ્ફિકાર અહમદ નક્ષબંદી