ચારસો પુસ્તકોના લેખક!
આખી જિંદગી ધાર્મિક બાબતો અને મુદ્દાઓ...
Ummah Post
8 June, 2025

ચારસો પુસ્તકોના લેખક!

આખી જિંદગી ધાર્મિક બાબતો અને મુદ્દાઓ પર કલમ ચલાવનાર!

દેશમાં બહુમતી સમુદાયની ધાર્મિક જાગૃતિ માટે જીવનભર કામ કરનાર!

અઢળક સંપત્તિ, રેકોર્ડ મુજબ એંસી કરોડની પ્રોપર્ટી!

દુનિયાભરમાં સંબંધો, ત્યાં સુધી કે દેશના ગૃહમંત્રી વ્યક્તિગત રીતે ફોન કરતા રહેતા હતા!

પરંતુ:

વંચિતતાની (મહરૂમીની) પરાકાષ્ઠા તો જુઓ!

આખરી ઉંમરમાં કોઈ સાથે રહેવાવાળું નહીં!

બાળકો અને પરિવારના તમામ સભ્યો પોતાની દુનિયામાં વ્યસ્ત!

જીવનના અંતિમ દિવસો ઓલ્ડ એજ હોમમાં (વૃદ્ધાશ્રમમાં) વિતાવ્યા!

અંતિમ સંસ્કારમાં પણ આવવા માટે બાળકો સમય ન કાઢી શક્યા!

આ વાર્તા છે, શ્રી રામ ખંડેલવાલની!

હકીકત એ છે કે તમારી પાસે કંઈ જ નથી, જો:

તમારું ઘર નૈતિકતા અને મૂલ્યોથી વંચિત છે!

તમારું ઘર કૌટુંબિક પરંપરાઓથી વંચિત છે!

તમારા ઘરમાં લોહીના સંબંધોનો કોઈ આદર કે લિહાજ નથી!

આ જ કારણ છે કે કુરાન મજીદમાં:

ઘર અને પરિવારનો ઉલ્લેખ વારંવાર આવ્યો છે.

ઘરગથ્થુ અને કૌટુંબિક મૂલ્યો તેમજ પરંપરાઓનો ઉલ્લેખ વારંવાર આવ્યો છે.

લોહીના સંબંધોનો ઉલ્લેખ વારંવાર આવ્યો છે.

અને લોહીના સંબંધોના આદર અને તેની જાળવણીનો ઉલ્લેખ વારંવાર આવ્યો છે.

Share this article
ઇલ્મે નાફે (લાભદાયક જ્ઞાન) ની નિશાનીઓ
લેખો

ઇલ્મે નાફે (લાભદાયક જ્ઞાન) ની નિશાનીઓ

એક સવાલ મનમાં પેદા થાય છે કે ઇલ્મે નાફે (લાભ આપનારા જ્ઞાન) ની અલામત (નિશાની) શું હોય છે? જી હા, નફો (લાભ) આપનારું જ્ઞાન પણ હોય છે. નબી અલૈહિસ્સલામે આપણને દુઆ શીખવાડી છે: "હે અલ્લાહ! હું એવા જ્ઞાનથી તારી પનાહ માંગું છું જે લાભ ન આપતું હોય." તેથી ઇલ્મે નાફેની બે અલામતો (નિશાનીઓ) છે. પહેલી નિશાની: બ...