*એબ (દોષ) જોવો એ પણ એક એબ છે*

♾️♾️🍃🌸🍃♾️♾️

ફારસ દેશન...
Ummah Post
13 June, 2025

*એબ (દોષ) જોવો એ પણ એક એબ છે*

♾️♾️🍃🌸🍃♾️♾️

ફારસ દેશનો રાજા બહેરામ શિકાર કરવા માટે પ્રખ્યાત હતો. એક દિવસ તે શિકાર માટે નીકળ્યો ત્યારે તેને એક જંગલી ગધેડો દેખાયો. તે તેની પાછળ એટલો ભાગ્યો કે રાજા પોતાના લશ્કર (સેના) થી છૂટો પડી ગયો. પરંતુ તે શિકાર પકડવામાં સફળ રહ્યો. શિકારને ઝબેહ કરવા માટે તે પોતાના ઘોડા પરથી ઉતર્યો ત્યારે તેણે એક ભરવાડ (ચરવાહા) ને જંગલમાંથી આવતો જોયો.

રાજાએ કહ્યું:

*યા રાઈ અમસિક ફરસી હાઝા હત્તા અઝબહા હાઝલ હિમારા ફમ સકાહૂ સુમ્મા તશાગલા બિઝબ્હિલ હિમાર*

"એ ભરવાડ, તું મારો ઘોડો પકડ હું આ ગધેડાને ઝબેહ કરું." આથી તેણે ઘોડો પકડ્યો અને રાજા ગધેડાને ઝબેહ કરવામાં વ્યસ્ત થઈ ગયો.

પરંતુ રાજા બહેરામે ઘોડા પર પણ નજર રાખી તો જોયું કે ભરવાડ:

*યક્તઓ જૌહરતન ફી ઉઝરા ફરસિહી*

"તે ઘોડાના ગળામાંથી મોતી કાપી રહ્યો છે."

તો બહેરામે તેને અણદેખું કરીને પોતાનું ધ્યાન બીજી તરફ લગાવી દીધું, ત્યાં સુધી કે ભરવાડે મોતી કાપી લીધું.

રાજા બહેરામે કહ્યું કે:

*ઇન્નન નઝરા ઇલલ એબિ મિનલ એબિ સુમ્મા રકિબા ફરસહૂ વ લહિકા બિઅસ્કરિહી*

"એબ (દોષ) તરફ જોવું એ પણ એક એબ છે." પછી તે પોતાના ઘોડા પર સવાર થયો અને પોતાના લશ્કર સાથે જઈને મળી ગયો. રાજાને તેના વજીરે પૂછ્યું:

*અય્યુહલ મલિકુ અયના જૌહરતુ ઉઝરા ફરસિકા ફતબસ્સ મલ મલિકુ સુમ્મા કાલા અખઝહા મન લા યરુદ્દુહા વ અબસરા મન લા યનમુ અલૈહિ*

"એ રાજા બહેરામ: આપના ઘોડાના ગળાનું મોતી ક્યાં છે?"

રાજાએ સ્મિત સાથે કહ્યું: "જેણે મોતી લીધું છે તે પાછું નહીં આપે, અને જેણે તેને જોયું છે તે પણ તેનું નામ નહીં લે (જાહેર નહીં કરે). અને તમારામાંથી જે કોઈ તે મોતી કોઈની પાસે જુએ, તે તેની સાથે ઝઘડો ન કરે."

*(હિકાયાત-એ-કલ્યૂબી)*

એબોને શોધતી રહે છે એબ-જૂ (દોષ શોધનાર) ની નજર,

જે ખુશ-નજર (સારી દ્રષ્ટિવાળા) છે તેઓ કમાલ અને હુનર જુએ છે.

Share this article
કુઆર્નનો મોજિઝો (ચમત્કાર) અને એક અમેરિકન ડોક્ટરનું ઇસ્લામ સ્વીકારવું
લેખો

કુઆર્નનો મોજિઝો (ચમત્કાર) અને એક અમેરિકન ડોક્ટરનું ઇસ્લામ સ્વીકારવું

ઇસ્લામ સ્વીકારવાની આ ઘટના આશ્ચર્યજનક પણ છે અને પ્રેરણાદાયી પણ છે. આશ્ચર્યજનક એ દ્રષ્ટિએ કે કુઆર્નના અવતરણને આશરે દોઢ હજાર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આજ સુધી આ નુક્તા (મુદ્દા) પર કોઈની નજર નહોતી ગઈ, જે એક અમેરિકન ડોક્ટરના ઇસ્લામ સ્વીકારવાનું કારણ બની. અને પ્રેરણાદાયી એ પાસાથી છે કે અલ્લાહના કિ...