*હઝરત અલ્લામાની કીમતી નસીહત (શિખામણ)*
હું જ્યારે દારુલ ઉલૂમ દેવબંદથી વિદાય થઈને દારુલ ઉલૂમ અશરફિયા રાંદેર માટે મુદર્રિસ (શિક્ષક) તરીકે રવાના થયો, ત્યારે મેં હઝરત અલ-ઉસ્તાદ અલ્લામા મુહમ્મદ ઇબ્રાહીમ સાહબ બલિયાવી (કુદ્દિસા સિર્રહુ) ને આખરી મુલાકાતમાં વિનંતી કરી: "હઝરત! મને કોઈ કામની (જીવન ઉપયોગી) વાત બતાવી દો જેને હું હિરઝ-એ-જાન (જીવનનો મૂળમંત્ર) બનાવી લઉં."
હઝરત ફરમાવ્યું: "મૌલવી સાહબ!
૧. ફન (વિષયના મૂળ ગર્ભ) ને સમજીને ભણાવજો, માત્ર શરહો (માર્ગદર્શિકાઓ/ગાઇડ્સ) જોઈને ન ભણાવતા; તેનાથી ઇલ્મ (સાચું જ્ઞાન) આવશે.
૨. અને તલબા (વિદ્યાર્થીઓ) ને પોતાના સંતાન સમજજો; તેઓ તમારી સાથે મહોબ્બત કરશે.
૩. અને સુન્નતનું અનુકરણ (પૈરવી) કરજો; લોકોના દિલમાં તમારી વકત (પ્રતિષ્ઠા અને આદર) પેદા થશે."
આ ત્રણ વાતો મારા માટે કેટલી બધી ફાયદાકારક સાબિત થઈ તે હું શબ્દોમાં બયાન કરી શકતો નથી.
— મુફ્તી સઈદ અહમદ સાહબ પાલનપુરી (રહમતુલ્લાહ અલૈહ)
[તુહફતુલ અલમઈ, ભાગ: ૫, પૃષ્ઠ: ૧૧૩]