*આખરી મુલાકાત*
જ્યારે મુલ્લા નસીરુદ્દીનનો આખરી સમય આવ્યો અને તેમને બચવાની કોઈ આશા ન રહી, ત્યારે તેમણે તમામ મિત્રો અને સંબંધીઓને મળવાનો ઇનકાર કરી દીધો. આ દરમિયાન એક એવો મિત્ર તેમને મળવા આવ્યો જે નમાઝ-રોઝાનો પાબંદ (નિયમિત) નહોતો.
મુલ્લાએ તેને તરત જ અંદર બોલાવી લીધો. તેણે આશ્ચર્યચકિત થઈને પૂછ્યું: "મુલ્લા સાહેબ! તમે બીજા લોકોને મળવાની ના પાડી દીધી, પણ મને મળવાનું કેમ પસંદ કર્યું?" મુલ્લા સાહેબ બોલ્યા: "મને ખાતરી છે કે હું એ બધા લોકોને જન્નત (સ્વર્ગ) માં મળીશ, પરંતુ તમારી સાથે આ મારી આખરી મુલાકાત છે."