*પછીથી (બાદ મેં)*
"આપણે પછી વાત કરીશું,"
"હું તમને પછી ફોન કરીશ,"
"પછી મળીએ,"
"આપણે પછી જઈશું,"
"હું તમને પછી જણાવીશ,"
આપણે બધું જ "પછી" માટે છોડી દઈએ છીએ, પરંતુ એ ભૂલી જઈએ છીએ કે "પછી" નો સમય આપણો નથી હોતો.
પછીથી આપણા વહાલા લોકો આપણી વચ્ચે નથી રહેતા; પછીથી, આપણે તેમને સાંભળી શકતા નથી અને આપણે તેમને જોઈ શકતા નથી.
પછીથી તેઓ માત્ર યાદો બનીને રહી જાય છે; પછીથી દિવસ રાત બની જાય છે, શક્તિ લાચાર થઈ જાય છે, સ્મિત એક ઝંખના બની જાય છે અને જીવન મૃત્યુ બની જાય છે.
"પછીથી" બહુ મોડું થઈ જાય છે. 💔