મૌલાના તકી ઉસ્માની (મદ ઝિલ્લુહૂ) ફરમાવે છે: "એક વખત હું દક્ષ...
Ummah Post
15 October, 2020

મૌલાના તકી ઉસ્માની (મદ ઝિલ્લુહૂ) ફરમાવે છે: "એક વખત હું દક્ષિણ આફ્રિકામાં કેપટાઉનના વિસ્તારમાં રેલગાડીમાં મુસાફરી કરી રહ્યો હતો. રસ્તામાં એક જગ્યાએ પહાડી વિસ્તારમાં ગાડી ઉભી રહી ગઈ, અમે નમાઝ પઢવા માટે નીચે ઉતર્યા. ત્યાં મેં જોયું કે એક સુંદર છોડ છે, તેના પાંદડા ખૂબ જ સુંદર હતા અને તે છોડ ખૂબ જ આકર્ષક અને મનમોહક લાગતો હતો. અચાનક દિલમાં ઈચ્છા થઈ કે તેનું પાન તોડી લઉં. મેં જેવું જ તેનું પાન તોડવા માટે હાથ લંબાવ્યો કે તરત જ મારા જે માર્ગદર્શક (ગાઈડ) હતા તે એકદમ જોરથી ચીસ પાડી ઉઠ્યા કે 'હઝરત! આને હાથ ન લગાડશો.' મેં પૂછ્યું, 'કેમ?' તેઓએ જણાવ્યું કે આ ખૂબ જ ઝેરી ઝાડી છે. તેના પાંદડા જોવામાં તો ખૂબ જ સુંદર છે પરંતુ તે એટલું ઝેરી છે કે તેને અડકવાથી માણસના શરીરમાં ઝેર ચડી જાય છે અને જે રીતે વીંછીના કરડવાથી ઝેરની લહેરો ઊઠે છે, તેવી જ રીતે આને અડકવાથી પણ લહેરો ઊઠે છે. મેં કહ્યું કે 'અલ્લાહનો શુક્ર છે કે મેં હાથ ન લગાડ્યો, અને અગાઉથી ખબર પડી ગઈ, આ તો મોટી ખતરનાક વસ્તુ છે, જોવામાં ખૂબ સુંદર છે.' પછી મેં તેમને કહ્યું કે 'આ તો ખૂબ ખતરનાક છે, એટલે તમે મને તો જણાવી દીધું જેના કારણે હું બચી ગયો, પરંતુ જો કોઈ અજાણ્યો માણસ જઈને આને હાથ લગાડી દે, તે તો મુસીબત અને તકલીફમાં મુકાઈ જશે.'

આના પર તેઓએ તેનાથી પણ વધુ અજીબ વાત જણાવી, તે એ કે અલ્લાહ તઆલાની કુદરતનો અજીબ કરિશ્મો છે કે જ્યાં ક્યાંય પણ આ ઝેરી ઝાડી હોય છે, તેની જ જડની આસપાસ ચોક્કસપણે (લાઝમી) એક બીજો છોડ પણ હોય છે. તેથી જો કોઈ વ્યક્તિનો હાથ આ ઝેરી છોડને અડી જાય તો તે તરત જ આ બીજા છોડના પાનને અડકાડી દે, તે જ સમયે તેનું ઝેર ખતમ થઈ જશે. આથી તેઓએ તેની જડમાં તે બીજો છોડ પણ બતાવ્યો, આ તેનો તોડ (તિર્યાક) છે.

બસ આ જ ઉદાહરણ છે આપણા ગુનાહોનું, અને ઇસ્તિગફાર તથા તૌબા કરવાથી ગુનાહનું ઝેર ખતમ થઈ જાય છે."

Share this article
એક માતા દ્વારા હલાલ અને હરામનો સુંદર પાઠ
લેખો

એક માતા દ્વારા હલાલ અને હરામનો સુંદર પાઠ

આ વાર્તા ડોક્ટર મોહમ્મદ રાતિબ અલ-નાબુલસીની છે જે તે પોતાની માતા વિશે જણાવે છે. તેઓ કહે છે કે એક દિવસ જ્યારે તેઓ નાના હતા, તેમની માતાએ તેમને પૂખ્યું: "શું તું પોતાના હોઠ બંધ કર્યા વિના 'હલાલ' શબ્દ બોલી શકે છે?" તેમણે પ્રયત્ન કર્યો અને સફળતાપૂર્વક પોતાના હોઠ બંધ કર્યા વિના 'હલાલ' શબ્દ બોલી લીધો....