એક વૃદ્ધ માણસ તરબૂચ વેચી રહ્યો હતો. તેણે બોર્ડ પર લખી રાખ્યુ...
Ummah Post
26 June, 2025

એક વૃદ્ધ માણસ તરબૂચ વેચી રહ્યો હતો. તેણે બોર્ડ પર લખી રાખ્યું હતું:

30 રૂપિયાનું એક તરબૂચ

100 રૂપિયાના ત્રણ

એટલામાં એક યુવાન આવ્યો જે ભણેલો-ગણેલો લાગતો હતો. તેણે પહેલા 30 રૂપિયાનું એક તરબૂચ ખરીદ્યું, પછી 30 રૂપિયાનું બીજું તરબૂચ ખરીદ્યું, આમ અલગ-અલગ કરીને ત્રીજું પણ 30 રૂપિયામાં ખરીદ્યું.

જતી વખતે તે વૃદ્ધ તરફ ફર્યો અને કહેવા લાગ્યો:

"કદાચ તમને ખબર ન પડી, પણ જુઓ મેં અલગ-અલગ કરીને તરબૂચ ખરીદ્યા અને 10 રૂપિયા બચાવી લીધા. કદાચ આ વેપાર વગેરે તમારા બસની વાત નથી. તમે તમારા માટે કોઈ બીજું કામ શોધી લો."

વૃદ્ધે હસતાં હસતાં કહ્યું:

"તમારા જેવા કેટલાય યુવાનો રોજ આવે છે. તેમને જરૂર માત્ર એક જ તરબૂચની હોય છે, પણ એકના બદલે ત્રણ-ત્રણ ખરીદે છે અને જતી વખતે આ જ સલાહ આપીને જાય છે!" 😂😂

Share this article
ગાઝાના પ્રખ્યાત દાઈ (ઇસ્લામી પ્રચારક) અને પત્રકાર જનાબ જેહાદ હલિસની પોસ્ટ જુઓ! તેઓ ફરમાવી રહ્યા છે:
લેખો

ગાઝાના પ્રખ્યાત દાઈ (ઇસ્લામી પ્રચારક) અને પત્રકાર જનાબ જેહાદ હલિસની પોસ્ટ જુઓ! તેઓ ફરમાવી રહ્યા છે:

"ખુદાના સમ! જો તમે અહલે-ગાઝા (ગાઝાના લોકો) પર ગુજારવામાં આવતા અત્યાચારો (મઝાલિમ) અને તકલીફો જુઓ તો તમે દંગ રહી જશો, મગજ આ વાત સ્વીકારી જ નહીં શકે કે આખરે એક માણસ આ તમામ અત્યાચારો અને તકલીફો સહન કરીને જીવતો કેવી રીતે રહી શકે છે? અને આ તકલીફોની તીવ્રતાથી તેનું મૃત્યુ કેમ ન થયું?!! ખુદાના સમ! જ...