નિગાહ (દ્રષ્ટિ)

✨ નિગાહ જ્યારે હયા (લાજ) ગુમાવી દે, તો ગ...
Ummah Post
16 July, 2025

નિગાહ (દ્રષ્ટિ)

✨ નિગાહ જ્યારે હયા (લાજ) ગુમાવી દે, તો ગુનાહ દરવાજો નહીં, રસ્તો બની જાય છે. ✨

🌙 નિગાહની ખયાનત (દગો) દિલને અંધ કરી દે છે. 🌙

💔 નિગાહ નીચી હોય તો દિલ ઊંચું થઈ જાય છે. 💔

⚡ નિગાહ પાક (પવિત્ર) હોય તો દિલ પણ પાક રહે છે. ⚡

🔥 નિગાહનું એક તીર, ઇફ્ફત (પવિત્રતા)ની ઢાલને ચીરી નાખે છે. 🔥

💞 નિગાહ એ અરીસો છે, જેમાં નિયતની ઝલક સાફ દેખાય છે. 💞

⚖️ નિગાહની હિફાઝત (રક્ષણ), ઈમાનની અલામત (નિશાની) છે. ⚖️

🍂 નિગાહથી જો દિલ લપસી જાય, તો વાપસીનો રસ્તો મુશ્કેલ થઈ જાય છે. 🍂

🌸 નિગાહનો પહેલો વાર જ સૌથી વધુ ખતરનાક હોય છે. 🌸

💎 નિગાહ ઝૂકી જાય તો શૈતાન હારી જાય છે. 💎

Share this article
કમાલ છે ભાઈ!
લેખો

કમાલ છે ભાઈ!

અમારા ઘરની નજીક એક બેકરી છે. અવારનવાર સાંજના સમયે કામ પરથી પાછા ફરતી વખતે હું ત્યાંથી સવારના નાસ્તા માટે થોડો સામાન લઈને ઘરે જાઉં છું. આજે જ્યારે હું સામાન લઈને બેકરીમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે અમારા પડોશી ઇરફાન ભાઈ મળી ગયા. તેઓ પણ બેકરીમાંથી બહાર આવી રહ્યા હતા. મેં સલામ-દુઆ કરી અને પૂછ્યું, "...