સફળ લોકો (કામયાબ લોકો):
1. દરેક વ્યક્તિની પ્રશંસા કરે છે....
Ummah Post
16 October, 2020

સફળ લોકો (કામયાબ લોકો):

1. દરેક વ્યક્તિની પ્રશંસા કરે છે.

2. કૃતજ્ઞ (શુક્રગુઝાર) હોય છે.

3. બીજાઓને માફ કરે છે.

4. પોતાની સફળતાનું કારણ બીજાઓને માને છે.

5. પોતાની નિષ્ફળતાની જવાબદારી સ્વીકારે છે.

6. બીજાઓને સફળ જોવા ઈચ્છે છે.

7. રોજ વાંચન (અધ્યયન) કરે છે.

8. આયોજન (પ્લાનિંગ) ની યાદી તૈયાર કરે છે.

9. બીજાઓ સુધી જ્ઞાન પહોંચાડે છે.

10. સતત શીખતા રહે છે.

11. વિચારો પર ચર્ચા કરે છે.

12. કામમાં હંમેશા સારા બદલાવની ઈચ્છા રાખે છે.

13. પોતાના જીવનના લક્ષ્યો નક્કી કરે છે.

14. આંતરિક અને બાહ્ય સકારાત્મક બદલાવનો સ્વીકાર કરે છે.

નિષ્ફળ (નાકામ) લોકો શું કરે છે?

1. દરેક સમયે વાંધા-વચકા (ટીકા) કાઢે છે.

2. દરેક બાબતમાં પોતાને જ હકદાર સમજે છે.

3. હેતુહીન (બેમકસદ) જીવન જીવે છે.

4. બીજાઓથી જ્ઞાન છુપાવે છે.

5. બદલાવથી ડરે છે, ચાહે અંદરનો હોય કે બહારનો.

6. પોતાના વિચારોને સંપૂર્ણ સમજે છે, એટલે કે પોતાને પરફેક્ટ સમજે છે.

7. બીજાઓ વિશે વાતો (ખૂથલી) કરે છે.

8. સમજે છે કે તેમને બધી ખબર છે.

9. બીજાઓની નિષ્ફળતા પર ખુશ થાય છે.

10. તેમને પોતાને સમજાતું નથી કે તેઓ શું ઈચ્છે છે.

11. પોતાની નિષ્ફળતાઓનો આરોપ બીજાઓ પર નાખે છે.

12. બીજાઓ પર વગર કારણે ગુસ્સો કરે છે.

13. કામને માત્ર ને માત્ર પૈસાની નજરે જુએ છે.

14. દિલમાં કપટ (બુગ્ઝ) કે ઈર્ષ્યા (હસદ) રાખે છે.

💞 પોસ્ટ સારી લાગે તો બીજાના ભલા માટે શેર જરૂર કરજો 💞

Share this article
દિવાલ પર પિતાના હાથના નિશાન.
લેખો

દિવાલ પર પિતાના હાથના નિશાન.

અબ્બાજી વૃદ્ધ થઈ ગયા હતા અને ચાલતા ચાલતા દીવાલનો સહારો લેતા હતા. પરિણામે દીવાલોનો રંગ ખરાબ થવા લાગ્યો, જ્યાં પણ તેઓ અડકતા ત્યાં દીવાલો પર તેમની આંગળીઓના નિશાન છપાઈ જતા હતા. મારી પત્નીને જ્યારે ખબર પડી તો તે અવારનવાર ગંદી દેખાતી દીવાલો વિશે મારી પાસે ફરિયાદ કરતી. એક દિવસ માથામાં દુખાવો થઈ રહ્યો હત...