શું સ્ત્રી એકલી તરબિયત (ઉછેર) ન કરી શકે ❗ ⬇️
ઇતિહાસ સાક્ષી છે કે ઘણા મહાન વિદ્વાનોને તેમની માતાઓ અથવા નજીકની મહિલાઓએ જ સંવાર્યા છે અને મહાનતાનો માર્ગ બતાવ્યો છે.
🔹 ઇમામ બુખારીને તેમની માતાએ તરબિયત આપી હતી.
🔹 ઇમામ શાફઇને તેમની માતાએ શિક્ષણ અને તરબિયતના ઘરેણાંથી શણગાર્યા હતા.
🔹 ઇમામ અહમદ બિન હમ્બલનો ઉછેર પણ તેમની માતાના હાથે થયો હતો.
🔹 ઇમામ હાફિઝ ઇબ્ને હજરનો ઉછેર તેમની બહેને કર્યો હતો.
🔹 ઇમામ ઇબ્ને તૈમિયાનું નામ તેમની દાદી "તૈમિયા" તરફથી છે, જેઓ એક વિદ્વાન અને ઉપદેશક મહિલા હતા.
✦ સ્ત્રીઓ જ પુરુષોની અસલ ઘડવૈયા છે.
જ્યારે સ્ત્રી સુધરે છે ત્યારે ઘર સુધરે છે અને જ્યારે ઘર સુધરે છે ત્યારે આખો સમાજ નિખરી જાય છે.
ટૂંકમાં એ કે સ્ત્રીની તરબિયત, ચારિત્ર્ય અને જ્ઞાન તથા સમજણની અસર પેઢીઓ સુધી જાય છે.