જરા હસો.. 🙂
એક વ્યક્તિએ અમ્ર બિન કૈસને પૂછ્યું: "જો મસ્જિદમાંથી બહાર નીકળ્યા પછી માણસ જુએ કે મસ્જિદની કાંકરી તેના બૂટ, કપડાં કે કપાળ પર ચોંટેલી છે, તો શું કરવું જોઈએ?"
અમ્ર બિન કૈસે ફરમાવ્યું: "તેને ફેંકી દો."
તે વ્યક્તિ બોલ્યો: "લોકોનું એવું માનવું છે કે તે ત્યાં સુધી ચીસો પાડે છે જ્યાં સુધી તેને મસ્જિદમાં પાછી પહોંચાડવામાં ન આવે!"
અમ્ર બિન કૈસે જવાબ આપ્યો: "તેને ચીસો પાડવા દો, ત્યાં સુધી કે તેનું ગળું (હલક) ફાટી જાય!"
તેણે પૂછ્યું: "શું તેનું પણ કોઈ ગળું હોય છે?"
અમ્ર બિન કૈસ બોલ્યા: "તો પછી તે ચીસો ક્યાંથી પાડે છે?!"