કુરઆન પાક અને ઇસ્લાહ (સુધારો)
ઇમામ શાફઈએ (રહમતુલ્લાહ અલયહ) પોતાના શાગિર્દ (શિષ્ય) રબી બિન સુલૈમાનને (રહમતુલ્લાહ અલયહ) વસીયત (શિખામણ) આપતા ફરમાવ્યું:
"જ્યારે તમે તમારા પોતાના દિલ, તમારા દીકરા, તમારા ભાઈ અથવા જે કોઈના માટે પણ એવું ઈચ્છો કે તેની ઇસ્લાહ (સુધારો) થઈ જાય; તો તેને કુરઆનના બગીચામાં છોડી દો. કુરઆનની સોહબત (સંગત) માં અલ્લાહ તઆલા ટૂંક સમયમાં જ તેની ઇસ્લાહ કરી દેશે; પછી ભલે તે વ્યક્તિ પોતે ઈચ્છે કે ન ઈચ્છે!"
(હિલ્યત ઉલ-ઔલિયા અબૂ નુઐમ: ૯/૧૨૩)