અમીન અહસન ઇસ્લાહી રહમતુલ્લાહ લખે છે:

"માણસ જ્યાં સુધી પત્...
Ummah Post
7 October, 2024

અમીન અહસન ઇસ્લાહી રહમતુલ્લાહ લખે છે:

"માણસ જ્યાં સુધી પત્ની (બીવી) વગરનો રહે છે, ત્યાં સુધી તે કંઈક અંશે ખાનાબદોશ (ભટકતા માણસ) જેવો રહે છે અને તેની ઘણી બધી ક્ષમતાઓ (સલાહિયતો) સંકોચાયેલી અને દબાયેલી રહે છે. તેવી જ રીતે સ્ત્રી જ્યાં સુધી પતિ (શૌહર) વગરની રહે છે, તેની સ્થિતિ પણ એ વેલા જેવી હોય છે જે સહારાના અભાવે ફેલાવા, ખીલવા અને ફળ આપવાથી વંચિત રહી જાય છે. પરંતુ જ્યારે સ્ત્રીને પતિ મળી જાય છે અને પુરુષને પત્નીનો સાથ મળી જાય છે, ત્યારે બંનેની ક્ષમતાઓ ખીલી ઉઠે છે અને જીવનના મેદાનમાં જ્યારે તેઓ બંને મળીને સંઘર્ષ (જેહમત) કરે છે, ત્યારે અલ્લાહ તઆલા તેમના સંઘર્ષમાં બરકત આપે છે અને તેમની પરિસ્થિતિ તદ્દન બદલાઈ જાય છે!"

[તદબ્બુરે કુરઆન 5/400]

Share this article
એવી નમાઝ હવે કોણ પઢશે?
લેખો

એવી નમાઝ હવે કોણ પઢશે?

વર્ણવાય છે કે ઇસામ બિન યુસુફ, હઝરત હાતિમ અસમ રહમતુલ્લાહ અલૈહની મજલિસમાં આવ્યા અને તેમના પર વાંધો ઉઠાવવા (એતરાઝ કરવા) ચાહતા હતા. તેથી ઇસામે હાતિમને કહ્યું: "હે અબુ અબ્દુર્રહમાન!" (આ હાતિમની કૂન્યત એટલે કે ઉપનામ છે) "આપ નમાઝ કઈ રીતે અદા કરો છો?" હાતિમ રહમતુલ્લાહ અલૈહે તેમની તરફ ધ્યાન આપીને ફરમાવ્યું:...