એક સિદ્ધાંત (ઉસૂલ) મગજમાં યાદ રાખી લો કે પતિ-પત્નીની ઈચ્છા એ જ હોય છે કે આપણે એક થઈ જઈએ. શરીર એક થઈ જાય, આપણે એકબીજા પર કુરબાન થઈએ, આપણે એકબીજા સાથે પ્રેમ-મોહબ્બતની જિંદગી વિતાવીએ, આપણા દિલ એક થઈ જાય; એટલા માટે આ વાત પોતાના દિલમાં લખી લો: "જ્યારે નેક બનશો ત્યારે એક બનશો." જ્યાં સુધી સ્વભાવમાં નેકી (સદાચાર) નહીં આવે, ત્યાં સુધી દિલ એક થઈ શકતા નથી. નેક બનશો તો એક બનશો, એટલા માટે પતિને જોઈએ કે તે પણ નેક બને, તેના દિલમાં અલ્લાહનો ડર (ખૌફ-એ-ખુદા) હોય અને પત્નીના દિલમાં પણ અલ્લાહનો ડર હોય. એટલા માટે સૂરહ અન-નિસા વાંચીને જોઈ લો. તમને દર થોડી આયતો પછી 'ઇત્તકુલ્લાહ' (અલ્લાહથી ડરો), 'ઇત્તકુલ્લાહ', 'ઇત્તકુલ્લાહ' શબ્દ મળશે. કારણ કે અલ્લાહ તઆલા જાણતા હતા કે જ્યાં સુધી પતિ-પત્નીના દિલમાં અલ્લાહનો ડર નહીં હોય, ત્યાં સુધી તેઓ એકબીજા સાથે પ્રેમ-મોહબ્બતની જિંદગી વિતાવી શકશે નહીં. કેટલાક વડીલો (બુઝુર્ગો) ફરમાવતા હતા કે જે સ્ત્રી એક અલ્લાહની બંદી (સેવિકા) નથી બનતી, તેને પછી હજારોની બંદી બનવું પડે છે. હવે આ ઓફિસોમાં કામ કરતી સ્ત્રીઓને જુઓ! બિચારી સેલ્સ-ગર્લ બને છે અને કેવા-કેવા ગ્રાહકોની અલગ-અલગ અંદાજમાં આજીજી (મિંનત-સમાજત) કરે છે.
Ummah Post