જરા સ્મિત કરો.. 🙂
એક માણસે અમ્ર બિન કૈસને પૂછ્યું: "જો મસ્...
Ummah Post
7 October, 2025

જરા સ્મિત કરો.. 🙂

એક માણસે અમ્ર બિન કૈસને પૂછ્યું: "જો મસ્જિદમાંથી બહાર નીકળ્યા પછી માણસ જુએ કે મસ્જિદની કાંકરી માણસના બૂટ, કપડાં કે કપાળ પર ચોંટેલી છે, તો શું કરવું જોઈએ?"

અમ્ર બિન કૈસે ફરમાવ્યું: "તેને ફેંકી દો."

તે માણસ બોલ્યો: "લોકોનું માનવું છે કે તે ત્યાં સુધી ચીસો પાડે છે જ્યાં સુધી તેને મસ્જિદમાં પાછી પહોંચાડવામાં ન આવે!"

અમ્ર બિન કૈસે જવાબ આપ્યો: "તેને ચીસો પાડવા દો, ત્યાં સુધી કે તેનું ગળું ફાટી જાય!"

તે કહેવા લાગ્યો: "શું તેનું પણ કોઈ ગળું હોય છે?"

અમ્ર બિન કૈસ બોલ્યા: "તો પછી તે ક્યાંથી ચીસો પાડે છે?!"

Share this article
જનરલ અને ભરવાડ
લેખો

જનરલ અને ભરવાડ

આ ૧૯૧૭ની વાત છે, ઇરાકના પર્વતોમાં બ્રિટિશ જનરલ સ્ટેનલી મૌડ (Stanley Maude) નો સામનો એક ભરવાડ સાથે થયો. જનરલ ભરવાડ તરફ વળ્યા અને પોતાના દુભાષિયા (અનુવાદક) ને કહ્યું, "આને કહી દો કે જનરલ તને એક પાઉન્ડ આપશે, બદલામાં તારે તારા કૂતરાને ઝબહ (કાપવો) કરવો પડશે." કૂતરો ભરવાડ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે;...