ફિકહ (ઇસ્લામી ન્યાયશાસ્ત્ર) સાથે અનુકૂળતા કેળવવાની રીત
એક સજ્જને (ફકીહ-ઉલ-ઉમ્મત મુફ્તી મહમૂદ હસન સાહબ ગંગોહી રહિમહુલ્લાહને) પૂછ્યું કે:
"ફિકહ સાથે અનુકૂળતા પેદા કરવા માટે મારે કયું પુસ્તક જોવું જોઈએ?"
તેમણે ફરમાવ્યું: "'બદાઇઉસ્સ સનાઇઅ' જુઓ, તેમાં ઉસૂલ (સિદ્ધાંતો) અને લિમ (શંકા અને સમાધાન) ખૂબ જ છે. જુઝઇયાત (વિગતો) માટે 'શામી' જુઓ, તઆરુઝ-એ-અદિલ્લાહ (પુરાવાઓનો વિરોધાભાસ) માટે 'ફતહુલ કદીર' જુઓ, ઇસ્તેદલાલ બિલ-હદીસ (હદીસથી દલીલ લેવા) માટે 'ઝૈલઈ શરહ કન્ઝ' જુઓ. 'અહકામુલ કુરાન અબૂબક્ર જસ્સાસ રાઝી' ની જુઓ કે તેઓ સૌથી પહેલા કોઈ મસલા (સમસ્યા) ને આયતથી સાબિત કરે છે, પછી તેના સમર્થનમાં જે આયતો હોય છે તે રજૂ કરે છે, પછી સમર્થન આપતી હદીસોનો ઉલ્લેખ કરે છે, અને તે પછી આસાર અને સહાબાના અકવાલ (કથનો) બયાન કરે છે."
મલફૂઝાન ફકીહ-ઉલ-ઉમ્મત ૧/ભાગ ૪, પાના નંબર ૩૫. એસ.ઝેડ.