શુમૈત બિન અજલાન રહમતુલ્લાહ દુનિયાદારીમાં ડૂબેલા લોકોના (દુનિયા પરસ્તોના) લક્ષણો જણાવતા કહે છે:
"તે હંમેશા પેટનો પુજારી અને માનસિક સમજણથી (ઝેહની ફરાસતથી) વંચિત હોય છે. પેટ અને વાસનાની જરૂરિયાતો પૂરી કરવા સિવાય બાકીની તમામ જરૂરિયાતોથી તે બેફિકર રહે છે. તે દરેક ક્ષણે એ જ વિચારતો રહે છે કે ક્યારે સવાર પડે અને હું ખાવા-પીવામાં તથા અન્ય મોજ-મજામાં વ્યસ્ત થઈ જાઉં, અને ક્યારે રાત પડે કે હું મારા શયનખંડમાં (ખ્વાબગાહમાં) જઈને આરામ કરું. તે રાતની મુર્દા લાશ અને દિવસનો નકામો માણસ હોય છે."
[અઝ-ઝુહદ લિ-ઇમામ અહમદ]