"અમે ઇરાનના મસ્લક (પંથ) નો સ્વીકાર કરતા નથી, ન તો તેની નીતિઓ...
Ummah Post
28 February, 2026

"અમે ઇરાનના મસ્લક (પંથ) નો સ્વીકાર કરતા નથી, ન તો તેની નીતિઓ સાથે સહમત છીએ અને ન તો તેના ઝુલ્મ અને અતિરેકને ભૂલીએ છીએ. પરંતુ જો તેની પર કોઈ બહારનો કાફિર હુમલો કરે, તો દીન (ધર્મ) ની માંગ ક્યારેય એ નથી કે આપણે કાફિરની જીત પર ખુશી મનાવીએ અથવા તેની મદદ કરીએ અથવા એવી તમન્ના કરીએ કે મુસ્લિમોની કોઈ ભૂમિ તેના કબજામાં જતી રહે.

મતભેદ હોઈ શકે છે, વિરોધ હોઈ શકે છે, ચેતવણી પણ આપી શકાય છે. પરંતુ મુસ્લિમોની ગરદન એવા દુશ્મનના હવાલે ન કરી શકાય જે આખી ઉમ્મત પર ઘાત લગાવીને બેઠો છે, અને આ વાતને પણ નજરઅંદાજ ન કરી શકાય કે ઇરાનમાં એક અસાધારણ (મોટી) સંખ્યા અહલે સુન્નત વલ જમાઅતની પણ હાજર છે, જે મઝહબ અને મસ્લકમાં ભેદભાવ નથી કરતો પરંતુ ઇસ્લામને સમગ્ર રીતે નિશાન બનાવે છે.

અમે અલ્લાહ પાસે દુઆ કરીએ છીએ કે તે શર (બુરાઈ) ને દૂર કરે, લોહી વહેવડાવવાનું રોકે, પરિસ્થિતિમાં સુધારો કરે, અને વિશ્વભરમાં મઝલૂમ (પીડિત) મુસ્લિમોનું રક્ષણ કરે." (આમીન)

> ફિલિસ્તની દાઈ (પ્રચારક), જિહાદ હેલેસ — ગઝા

*વધુ પોસ્ટ માટે અમારી ચેનલને ફોલો કરો*

https://whatsapp.com/channel/0029Va5sIvuBKfi0pDP0py1H

Share this article
જમાત સાથે નમાઝનું મહત્વ અને મુફ્તી મુહમ્મદ શફી સાહેબની નમ્રતા
લેખો

જમાત સાથે નમાઝનું મહત્વ અને મુફ્તી મુહમ્મદ શફી સાહેબની નમ્રતા

મને યાદ છે કે દેવબંદમાં જ્યારે મારી ઉંમર આશરે દસ-બાર વર્ષની હતી, એક દિવસ ફજરની નમાઝના સમયે સખત વાવાઝોડું, મુસળધાર વરસાદ અને વીજળીના ગડગડાટના કારણે વાલિદ સાહેબ (મુફ્તી મુહમ્મદ શફી સાહેબ) મસ્જિદ જઈ શક્યા નહીં અને નમાઝ ઘરમાં જ અદા કરી. બીજી તરફ દાદા અબ્બા, જેઓ મસ્જિદના આશિક અને જમાત સાથે નમાઝ પઢવાના પર...