ઇબ્ને આદમ (માનવી) પર અજીબોગરીબ નેમતો (આશીર્વાદો) માંથી એક ભૂલી જવાની નેમત પણ છે.
કારણ કે જો ભૂલવાની પ્રક્રિયા ન હોત, તો માણસ કોઈ પણ (તકલીફ, ગમ) ને ભૂલી ન શકત, ન તો તેની હસરત (અફસોસ) ક્યારેય ખતમ થાત, ન કોઈ મુસીબત પર તેને સબ્ર (ધીરજ) આવત, ન તેનો ગમ મરત, અને ન તેનો નફરત અને ગુસ્સો ક્યારેય શાંત થાત, ન તો તે દુનિયાની કોઈ પણ વસ્તુનો આનંદ માણી શકત કારણ કે તે દરેક સમયે આફતોની યાદમાં ખોવાયેલો રહેત.
મનકૂલ (ઉદ્ધૃત)