​🌸 વિચારવા જેવી વાત...! 🌸
​આપણે જ્યારે કારમાં બેસીએ છીએ,...
Ummah Post
13 July, 2026

​🌸 વિચારવા જેવી વાત...! 🌸

​આપણે જ્યારે કારમાં બેસીએ છીએ, ત્યારે ડ્રાઈવર વિશે કંઈ જ જાણતા નથી હોતા, છતાં પણ શાંતિથી બેસી જઈએ છીએ, કેટલાક તો એવા પણ હોય છે જે મુસાફરી દરમિયાન સૂઈ પણ જાય છે.

​બસમાં બેસીને આપણે ક્યારેય વિચારતા પણ નથી કે ડ્રાઈવર કેવો છે? તેને ચલાવતા આવડે પણ છે કે નહીં? અને આપણે મજાથી મુસાફરી કરીએ છીએ, કેટલાક ઊંઘ પૂરી કરે છે, તો કેટલાક દ્રશ્યોની મજા માણે છે.

​આપણે જ્યારે ટ્રેનમાં સવાર થઈએ છીએ, ત્યારે ન તો આપણને ડ્રાઈવરનું નામ ખબર હોય છે, ન તેની કુશળતાનો કોઈ પુરાવો, છતાં પણ આપણે નિરાંતે બેઠા હોઈએ છીએ, વાતો કરીએ છીએ, ખાઈએ છીએ, અને ખુશી-ખુશી મંઝિલ તરફ આગળ વધીએ છીએ.

​વિમાનમાં બેસીને તો આપણે થોડી જ પળો પછી આસમાનોમાં હોઈએ છીએ, અને ત્યાં તો આપણને પાયલટનો ચહેરો પણ ખબર નથી હોતી... છતાં પણ આપણે ચેનની ઊંઘ લઈએ છીએ, દિલમાં કોઈ ડર નથી હોતો.

​જ્યારે આપણે દુનિયાના આ વાહનો ચલાવનારાઓ પર — જેને આપણે જાણતા પણ નથી — આટલો બધો વિશ્વાસ કરી લઈએ છીએ, તો પછી...

​આપણને એ રબ (ઈશ્વર) પર કેમ શંકા થાય છે જે આપણા જીવનની ગાડી જાતે ચલાવી રહ્યો છે?😩😢

​તે રબ જેણે આપણને પેદા કર્યા છે, જે આપણને દરેક પળે જોઈ રહ્યો છે, જે આપણી સ્થિતિથી વાકેફ છે, જે આપણો સૌથી મોટો હિતેચ્છુ છે, જેણે ફરમાવ્યું છે:

​"وَهُوَ مَعَكُمْ أَيْنَ مَا كُنتُمْ"

"તે તમારી સાથે છે જ્યાં ક્યાંય પણ તમે છો"..." (અલ-હદીદ: 4)

​તો પછી કેમ આપણે ડિપ્રેશનનો શિકાર થઈએ છીએ? કેમ આપણે પરેશાન રહીએ છીએ? કેમ આપણે આપણા જીવનની મુશ્કેલીઓને આપણા દિલ અને દિમાગ પર હાવી થવા દઈએ છીએ?

​🌿 જે અલ્લાહે આજ સુધી સંભાળ્યા છે, શું તે ભવિષ્યમાં પણ નહીં સંભાળે?

🌿 જેણે માંગ્યા વિના ઘણું બધું આપ્યું, તે માંગવા પર કેમ નહીં આપે?

🌿 જેણે કશું કહ્યા વિના તમારી ફરિયાદ સાંભળી લીધી, તે તમારા સિજદા પર કેમ રહેમ નહીં કરે?

​બસ! વિશ્વાસ કરી લો, યકીન કરી લો, શાંતિથી જીવી લો🫰🏻❣️

...

કેમ કે તમારા જીવનની ગાડી, અલ્લાહ ચલાવી રહ્યો છે...

Share this article
અનાથ (યતીમ) નું ધન હડપ કરવાનું પરિણામ (જોર્ડનનો એક અજીબ કિસ્સો)
લેખો

અનાથ (યતીમ) નું ધન હડપ કરવાનું પરિણામ (જોર્ડનનો એક અજીબ કિસ્સો)

જોર્ડનમાં વિતેલા દિવસોમાં એક અજીબ ઘટના (વાકિયો) પ્રકાશમાં આવી. અત્યંત અજીબ!!! અબૂ અનસ એક નેક તાજિર (વેપારી) હતો. તેનો નાનો ભાઈ યુનિવર્સિટીમાં ભણતો હતો, જેના તમામ ખર્ચ અબૂ અનસ પૂરા કરતો હતો. થોડા સમય પછી અબૂ અનસનું યુવાનીમાં જ અવસાન થયું. વારસદારોમાં એક યુવાન વિધવા (બેવા) અને એક પુત્ર અનસ રહી ગયા. થો...