કહેવાય છે કે પહેલાના જમાનામાં શેતાન માણસોને દેખાતો હતો. એક સાહેબે તેને કહ્યું કે, "કોઈ એવી તરકીબ બતાવ કે હું પણ તારા જેવો થઈ જાઉં." શેતાને કહ્યું કે, "આવી માંગણી તો આજ સુધી મારી પાસે કોઈએ નથી કરી, તારે આની શી જરૂર પડી?" તેમણે કહ્યું, "મારું દિલ ઈચ્છે છે." શેતાને કહ્યું, "આની તરકીબ એ છે કે નમાજમાં આળસ કર અને કસમ ખાવામાં જરા પણ પરવાહ ન કર, જૂઠી-સાચી દરેક પ્રકારની કસમો ખાતો રહે." તે સાહેબે કહ્યું કે, "હું અલ્લાહથી વાયદો કરું છું કે ક્યારેય નમાજ નહીં છોડું અને ક્યારેય કસમ નહીં ખાઉં." શેતાને કહ્યું કે, "તારા સિવાય મારી પાસેથી ચાલબાજીથી (છેતરીને) કોઈએ કંઈ નથી લીધું, મેં પણ વાયદો કરી લીધો છે કે હવે માણસને ક્યારેય શિખામણ નહીં આપું." (ફઝાઇલ-એ-આમાલ)
Ummah Post