હમણાં એક ગીત ચાલ્યું છે: “તુજમેં રબ દિખતા હૈ યારા, મેં ક્યા...
Ummah Post
16 October, 2026

હમણાં એક ગીત ચાલ્યું છે: “તુજમેં રબ દિખતા હૈ યારા, મેં ક્યા કરું? સજદે સર ઝુકતા હૈ યારા, મેં ક્યા કરું?” (તારામાં મને રબ દેખાય છે, યારા, હું શું કરું? સજદામાં માથું ઝૂકી જાય છે, યારા, હું શું કરું?) આ ગીત ગાવું અને સાંભળવું કેવું છે? શું તેનાથી કુફ્ર (ઇસ્લામમાંથી બહાર નીકળી જવું) લાઝિમ આવશે વગેરે?

આ સવાલનો જવાબ આપતાં હઝરત મુફ્તી અહમદ સાહેબ ખાનપુરી લખે છે કે આમાં વિગત છે. જો ગીત ગાનાર વ્યક્તિ જાણે છે કે આ કુફ્રનું કાર્ય છે, તેમ છતાં તે આ ગીત ગાય છે, પછી ભલે તે મનોરંજન, રમત-ગમત કે મજાકના હેતુથી ગાતો હોય અથવા ખરેખર આ ભાવથી ગાતો હોય, તો બંને સ્થિતિમાં તે ઈમાનમાંથી નીકળી જાય છે.

અને જો મજબૂરી તથા દબાણને કારણે અથવા ભૂલથી આ ગીત ગાતો હોય, તો તે ઈમાનમાંથી બહાર નહીં નીકળે.

અને જો પોતાની અજ્ઞાનતાને કારણે તેને ખબર ન હોય કે આ કુફ્રનું કાર્ય છે અને તે પોતાની ઇચ્છાથી આ ગીત ગાતો હોય, તો તેના કાફિર થવા અંગે મતભેદ છે.

‘માલા બુદ્દ મિન્હુ’માં છે: જો કોઈ અજ્ઞાની વ્યક્તિ કુફ્રનો શબ્દ બોલે અને તેને ખબર ન હોય કે આ કુફ્રનો શબ્દ છે, તો કેટલાક ઉલમાઓ કહે છે કે તે કાફિર નહીં થાય અને અજ્ઞાનતા માફીનું કારણ છે. જ્યારે કેટલાક ઉલમાઓ કહે છે કે તે કાફિર થઈ જશે અને અજ્ઞાનતા માફીનું કારણ નથી.

તેથી જે પરિસ્થિતિઓમાં બધા ઉલમાઓના કહેવા મુજબ વ્યક્તિ કાફિર થઈ જાય છે અને તેના કુફ્ર અંગે કોઈ મતભેદ નથી, તો તે તમામ પરિસ્થિતિઓમાં તેના બધા અમલ બરબાદ થઈ જાય છે અને તેનો નિકાહ પણ તૂટી જાય છે. તેના માટે જરૂરી છે કે તે તૌબા કરે, ફરીથી કલમો પઢીને ઈમાનમાં દાખલ થાય અને નિકાહ પણ નવેસરથી કરે.

અને જે પરિસ્થિતિઓમાં તેના કુફ્ર અંગે મતભેદ છે, તો તે પરિસ્થિતિઓમાં તેને તૌબા અને ઇસ્તિગફાર કરીને નિકાહનું તજદીદ (નિકાહ ફરીથી) કરી લેવાનું કહેવામાં આવે છે.

«જેમાં કુફ્ર હોવા અંગે સર્વસંમતિ હોય, તેમાં અમલ અને નિકાહ બરબાદ થઈ જાય છે, અને જેમાં મતભેદ હોય, તેમાં ઇસ્તિગફાર, તૌબા અને નિકાહના તજદીદ નો આદેશ આપવામાં આવે છે.»

(શામી, ભાગ 3, પૃષ્ઠ 316) (મહમૂદુલ ફતાવા, ભાગ 4, પૃષ્ઠ 85-86, કિતાબુલ ઈમાન વલ અકાઈદ)

\------------ Islamic Tube Pro ------------

પુસ્તક: પોતાના ઈમાન અને અમલની હિફાઝત કરો.

પૃષ્ઠ નંબર: 76-77

લેખક: મુફ્તી ઇમ્તિયાઝ બિન ઇસ્માઈલ ચારોલિયા રાજકોટી.

પસંદગી: ઇસ્લામિક ટ્યુબ પ્રો એપ.

Share this article
અભ્યાસનો અનોખો ફાયદો
લેખો

અભ્યાસનો અનોખો ફાયદો

શેખ સલમાન અલ-ઔદા પોતાના પુસ્તક "ઝંઝાના" માં લખે છે કે: એક વખત મેં મારા શેખને ફરિયાદ કરી કે: મેં એક પુસ્તક વાંચ્યું પણ મને તેમાંથી કંઈ પણ યાદ રહ્યું નથી. તેથી તેમણે મને એક ખજૂર આપી અને ફરમાવ્યું: લો આ ચાવો! પછી મને પૂછ્યું: શું હવે તમે મોટા થઈ ગયા? મેં કહ્યું: ના, ફરમાવ્યું: પરંતુ આ ખજૂર તમારા શરીરમ...