મદ્રાસ (ચેન્નાઈ)માં એક અંગ્રેજ મુસલમાન થયો. તે મસ્જિદમાં આવ્યો તો તેણે જોયું કે નાળીમાં ઘણો બધો રેંઠ વગેરે પડેલો છે. તેણે વ્યવસ્થાપકોને કહ્યું કે મસ્જિદને સ્વચ્છ રાખવી જરૂરી છે, તેની હાલત આટલી ખરાબ ન રાખવી જોઈએ.
આ સાંભળીને વ્યવસ્થાપકો કહેવા લાગ્યા કે તારામાં હજી ખ્રિસ્તી ધર્મ બાકી છે, હજી સ્વચ્છતાની ગંધ તારા મગજમાંથી નીકળી નથી. (જાણે કે મુસલમાન માટે ગંદા-મેલા અને ખરાબ તથા જર્જરિત હાલતમાં રહેવું જરૂરી હોય!) અને તેઓ એટલા ગુસ્સે થયા કે આ નવા મુસલમાનને મારીને મસ્જિદમાંથી બહાર કાઢી મૂક્યો.
જ્યારે કેટલાક સમજદાર લોકોને આ હરકતની જાણ થઈ, ત્યારે તેઓ આ અંગ્રેજ નવા મુસલમાન પાસે આવ્યા અને તેને આશ્વાસન આપવા લાગ્યા.
અંગ્રેજ નવા મુસલમાને કહ્યું: “શું તમને એવો ડર છે કે હું આ લોકોની આ હરકતને કારણે ઇસ્લામ છોડી દઈશ?!.... હું આ લોકો પર ઈમાન લાવ્યો નથી, પરંતુ મુહમ્મદ રસૂલુલ્લાહ ﷺ પર ઈમાન લાવ્યો છું અને હું જાણું છું કે આપ ﷺ આવા નહોતા.”