બે-અદબી હલાકત અને બરબાદી છે!
મુફક્કિર-એ-ઇસ્લામ મૌલાના અલી મિયાં નદવી રહ. એ ફરમાવ્યું:
"મહઝ ઝહાનત કંઈ કામ આવતી નથી, જ્યાં સુધી તેની સાથે અદબ અને એહતિરામ ન હોય. હજારો ઝહીન બરબાદ થયા અને વધારે ઝહાનત ક્યારેક ગુમરાહીનું કારણ બને છે, બલ્કે મુઝિલ્લ હોય છે. તારીખ વાંચવાથી ખબર પડશે કે જેટલા ફિર્કે ઝાલ્લા ઇસ્લામમાં પેદા થયા, તેમના બાની મોટે ભાગે ઇન્તિહાઈ ઝહીન હતા, પરંતુ લાગે છે કે જવાનીમાં તેમનાથી કોઈ એવી ભૂલ થઈ હતી જેની તેમને આ સજા મળી, તો કિતાબ અને સુન્નતની અઝમત, શરીઅતનો એહતિરામ અને ઉસ્તાદો તથા બુઝુર્ગોનો અદબ, આ બધું સૌથી મુકદ્દમ છે. તેના વગર કંઈ હાંસલ થઈ શકતું નથી."