એક વ્યક્તિ અંધારી રાતે મસ્જિદમાં નમાઝ અદા કરવા માટે ઘરથી નીક...
Ummah Post
28 October, 2026

એક વ્યક્તિ અંધારી રાતે મસ્જિદમાં નમાઝ અદા કરવા માટે ઘરથી નીકળ્યો. અંધારાના કારણે ઠોકર વાગી અને તે મોં ભેર કીચડમાં પડી ગયો. કીચડમાંથી ઊઠીને તે ઘર પાછો ગયો અને કપડાં બદલીને ફરીથી મસ્જિદ તરફ ચાલવા લાગ્યો.

હજી થોડા પગલાં જ ચાલ્યો હતો કે ફરીથી ઠોકર વાગી અને તે ફરીથી કીચડમાં પડી ગયો. કીચડમાંથી ઊઠીને તે ફરી એકવાર ઘર પાછો ગયો અને કપડાં બદલીને મસ્જિદ જવા માટે ફરીથી ઘરથી બહાર નીકળ્યો.

પોતાના ઘરના દરવાજા પર તેને એક વ્યક્તિ મળ્યો, જે પોતાના હાથમાં એક પ્રકાશિત દીવો પકડેલો હતો. દીવાવાળો વ્યક્તિ ચૂપચાપ નમાઝીની આગળ-આગળ મસ્જિદ તરફ ચાલવા લાગ્યો.

આ વખતે દીવાના પ્રકાશમાં નમાઝીને મસ્જિદ સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નહીં અને તે હેમખેમ મસ્જિદ સુધી પહોંચી ગયો. મસ્જિદના દરવાજા પર પહોંચીને દીવાવાળો વ્યક્તિ રોકાઈ ગયો.

નમાઝી તેને ત્યાં જ છોડીને મસ્જિદમાં દાખલ થઈ ગયો અને નમાઝ અદા કરવા લાગ્યો. નમાઝથી ફારેગ થઈને (પૂરી કરીને) તે મસ્જિદની બહાર આવ્યો તો તેણે જોયું કે દીવાવાળો વ્યક્તિ તેની રાહ જોઈ રહ્યો છે, જેથી તેને ફરીથી દીવાના પ્રકાશમાં ઘર સુધી પાછો મૂકી જાય.

નમાઝીએ તે અજાણ્યા વ્યક્તિને પૂછ્યું:

"તમે કોણ છો?"

અજાણ્યા વ્યક્તિએ કહ્યું, "સાચું કહું તો હું ઇબ્લીસ (શેતાન) છું."

નમાઝીની આશ્ચર્યની કોઈ સીમા ન રહી. તેણે પૂછ્યું, "તારે તો મારી નમાઝ છૂટી જવાથી ખુશ થવું જોઈતું હતું, પછી તું દીવાના પ્રકાશમાં મને મસ્જિદ સુધી કેમ લાવ્યો?"

ઇબ્લીસે જવાબ આપ્યો, "જ્યારે તને પહેલી ઠોકર વાગી, ત્યારે અલ્લાહે તારા આખી જિંદગીના ગુનાહ માફ કરી દીધા. જ્યારે બીજી ઠોકર વાગી, ત્યારે તારા આખા પરિવારને બક્ષી દીધો (માફ કરી દીધા). મને ચિંતા થઈ કે હવે જો તું ઠોકર ખાઈને પડીશ, તો ક્યાંક અલ્લાહ તારા આખા ગામની મગફિરત (ક્ષમા) ન ફરમાવી (કરી) દે. એટલા માટે દીવો લઈને આવ્યો છું કે તું વગર પડ્યે મસ્જિદ સુધી પહોંચી જાય."

Share this article
હઝરત ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) ના દરબારનો એક કિસ્સો / સંતાનોના અધિકારો
લેખો

હઝરત ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) ના દરબારનો એક કિસ્સો / સંતાનોના અધિકારો

હઝરત ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) ના દરબારમાં એક પિતાએ પોતાના પુત્ર વિરુદ્ધ દાવો (ફરિયાદ) કર્યો કે, "આ મારા અધિકારો (હક) અદા કરતો નથી!" હઝરત ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) એ છોકરાને પૂછ્યું, તો તેણે કહ્યું, "હે અમીરૂલ મોમિનીન! શું પિતાનો જ બધો હક સંતાન પર છે કે સંતાનનો પણ પિતા પર કોઈ હક છે?" હઝરત ઉમર (રઝિયલ્લા...