અસ્સલામુ અલયકુમ

ઇસ્લામિક ઇતિહાસ
ભાગ નંબર ૪

જીન્નાતોની...
Ummah Post
12 October, 2024

અસ્સલામુ અલયકુમ

ઇસ્લામિક ઇતિહાસ

ભાગ નંબર ૪

જીન્નાતોની પેદાઈશ (ઉત્પત્તિ)

કુઆર્ન અને હદીસમાં જીન્નોનો ઉલ્લેખ વારંવાર આવ્યો છે, મનુષ્યો (ઇન્સાન) પહેલા જ તેમની ઉત્પત્તિ થઈ ચૂકી હતી. અલ્લાહ તઆલાએ તેઓને આગમાંથી પેદા ફરમાવ્યા. એક લાંબા સમય સુધી તેઓ પૃથ્વી પર વસતા રહ્યા, પછી તેઓએ પૃથ્વી પર ફસાદ (તોફાન) મચાવવાનું અને લોહી વહાવવાનું શરૂ કર્યું, તો અલ્લાહ તઆલાએ ફરિશ્તાઓ (દેવદૂતો) દ્વારા તેઓને સમુદ્રના ટાપુઓ અને દૂરના પર્વતો તરફ ભગાડી દીધા. ઇબ્લીસ (શૈતાન) પણ જીન્નાતોમાંથી જ હતો પરંતુ વધુ પડતી ઇબાદત (બંદગી) ના કારણે તેને ફરિશ્તાઓનો સરદાર બનાવી દેવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે અલ્લાહ તઆલાએ હઝરત આદમ અલયહિસ્સલામ સમક્ષ સજદો કરવાનો આદેશ આપ્યો, ત્યારે તેણે ઘમંડ (તકબ્બુર) કર્યો અને સજદો કરવાનો ઇનકાર કરી દીધો. આથી અલ્લાહ તઆલાએ તેને ધિક્કારીને દુનિયામાં મોકલી દીધો અને તેની પાસેથી તમામ નેમતો (કૃપા) છીનવી લીધી. આ રીતે ઘમંડે તેને હંમેશા માટે અપમાનિત અને લાંછનરૂપ બનાવી દીધો. હુઝૂર સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ આ દુનિયામાં માનવ અને જીન્નાત બંનેના માર્ગદર્શન (હિદાયત) માટે મોકલવામાં આવ્યા હતા, તેથી જ હદીસોમાં જીન્નોને ઇસ્લામની દાવત આપવાનો ઉલ્લેખ છે અને પવિત્ર કુઆર્નમાં જીન્નાતોના એક સમૂહ (જમાત) ના ઇમાન લાવવાનો (ઇસ્લામ સ્વીકારવાનો) પણ ઉલ્લેખ છે.

Share this article
મદીના મુનવ્વરાની પ્રખ્યાત ખજૂર
લેખો

મદીના મુનવ્વરાની પ્રખ્યાત ખજૂર

મદીનામાં ઘણી જાતની ખજૂર જોવા મળે છે, જેમાંથી કેટલીક પ્રખ્યાત જાતો નીચે મુજબ છે: 1. અજવા (Ajwa): - આ મદીનાની સૌથી પ્રખ્યાત ખજૂર છે. - તેનો રંગ ઘટ્ટ કાળો હોય છે અને તે નરમ અને મીઠી હોય છે. - અજવા ખજૂરને અલ્લાહના રસૂલ ﷺ તરફથી વિશેષ મહત્વ (ફઝીલત) આપવામાં આવ્યું છે. 2. અંબરા (An...